વડોદરામાં કંડારી માનવ કેન્દ્રસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો વિશ્વ યોગ દિવસ યોજાયો
વડોદરામાં કંડારી માનવ કેન્દ્રસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો વિશ્વ યોગ દિવસ યોજાયો
Published on: 22nd June, 2026

સુખી અને સ્વસ્થ અને નિરોગી જીવન તરફ્ની યાત્રા એટલે યોગ. જે સમગ્ર વિશ્વ સ્વીકારે છે. આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે કરજણ તાલુકાકક્ષાનો યોગ દિવસની ઉજવણી કરજણ તાલુકાના કંડારી નેશનલ હાઇવે પર આવેલ માનવ કેન્દ્ર સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરેલ છે. જેમાં કરજણ- શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. પટેલ, મામલતદાર સી. આર. પઢિયાર સહિત પોલીસ જવાનો અને સરકારી કર્મચારી યોગ શિબિરમાં જોડાયા હતા.