પોક્સોનો આરોપી જામીન પર છૂટ્યા બાદ 4 વર્ષે દહેગામ પોલીસના હાથે ઝડપાયો
પોક્સોનો આરોપી જામીન પર છૂટ્યા બાદ 4 વર્ષે દહેગામ પોલીસના હાથે ઝડપાયો
Published on: 20th July, 2026

દહેગામના ટીંબાની મુવાડી ગામનો એક આરોપી, જે દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં જેલમાં હતો, જામીન પર છૂટ્યા બાદ છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો. કોર્ટ દ્વારા જારી કરાયેલા પકડ વોરંટ બાદ, પોલીસે ટેકનિકલ અને હ્યુમન એનાલીસીસ દ્વારા મળેલી બાતમીના આધારે તેને દહેગામમાં તેના વતનમાં જ સફળતાપૂર્વક ઝડપી પાડ્યો. આ આરોપીને આણંદની વસો કોર્ટે પણ બે ગુનાઓમાં સજા ફટકારેલી હતી, જે મામલે પણ તેને પકડવામાં આવ્યો હતો.