યુનિવર્સિટી કેમ્પસમાં 2 હેલિપેડ હોવા છતાં ત્રીજું ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઠોકી બેસાડી દીધું
યુનિવર્સિટી કેમ્પસમાં 2 હેલિપેડ હોવા છતાં ત્રીજું ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઠોકી બેસાડી દીધું
Published on: 04th September, 2026

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે રૂ. 1 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી, પરંતુ કેમ્પસમાં હાલના 2 હેલિપેડ ઉપરાંત વડાપ્રધાનના આગમન માટે ત્રીજું હેલિપેડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવી દેવાયું. ત્રણ વર્ષથી આ હેલિપેડ હટાવવામાં આવ્યું નથી, જેના કારણે આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ બની શક્યું નથી. RNB તંત્ર અને યુનિવર્સિટીના સંકલનના અભાવે ખેલાડીઓને પ્રોફેશનલ ટ્રેનિંગ અને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્લેટફોર્મથી વંચિત રહેવું પડી રહ્યું છે.