અમદાવાદના માણેકચોકમાંથી મોકલેલા 12 લાખના દાગીનાનાં પાર્સલ ન પહોંચ્યા
અમદાવાદના માણેકચોકમાંથી મોકલેલા 12 લાખના દાગીનાનાં પાર્સલ ન પહોંચ્યા
Published on: 22nd September, 2026

અમદાવાદના માણેકચોક સ્થિત જય રણછોડ એન્ડ કુ. નામની આંગડિયા પેઢી ત્રણ સોની વેપારીઓના લગભગ 12 લાખ રૂપિયાથી વધુના સોનાના દાગીના ભરેલા છ પાર્સલ લઈને ફરાર થઈ ગઈ છે. ભોગ બનનાર વેપારીઓએ ખાડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આંગડિયા પેઢીમાં કુલ 78.52 ગ્રામ સોનાના દાગીનાના પાર્સલ જમા કરાવ્યા હતા, જે વિવિધ શહેરોમાં મોકલવાના હતા. સમયસર પાર્સલ ન પહોંચતા તપાસ કરતાં ઓફિસ બંધ અને તાળાબંધ મળી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.