અમદાવાદ ગીતા મંદિર બસ ટર્મિનલ 2નું લોકાર્પણ
અમદાવાદ ગીતા મંદિર બસ ટર્મિનલ 2નું લોકાર્પણ
Published on: 12th August, 2026

અમદાવાદમાં મુસાફરોની સુવિધા માટે અત્યાધુનિક ગીતા મંદિર બસ ટર્મિનલ 2 (નોર્થ બ્લોક)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી તમામ બસો આ નવા ટર્મિનલ પરથી ઉપડશે, જ્યારે દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારો માટે ટર્મિનલ 1નો ઉપયોગ થશે. 4309 ચોરસ મીટરના આ બસ મથકમાં 39 પ્લેટફોર્મ, 370 લોકો માટે બેઠક વ્યવસ્થા, જનરલ, લેડીઝ અને ડીલક્ષ વેઇટિંગ હોલ, કેન્ટીન, પાર્કિંગ, ટિકિટ કાઉન્ટર, અને સ્વચ્છ શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.