મોપેડની ડિકિમાંથી લેપટોપની ચોરી
મોપેડની ડિકિમાંથી લેપટોપની ચોરી
Published on: 12th August, 2026

વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષનો આકાશ ભાગચંદાની ખાનગી કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત્ ૧૭ જુલાઈએ આકાશના પિતરાઈ ભાઈને વૃંદાવન ચાર રસ્તા પાસે અકસ્માત નડતા આકાશ મદદ માટે પહોંચ્યો હતો. આ દરમિયાન આકાશે પોતાનું મોપેડ અકસ્માત સ્થળ નજીક પાર્ક કર્યું હતું. ૧૫ મિનિટ પછી આકાશ પરત આવતા મોપેડની ડિકિમાંથી લેપટોપ અને પર્સ ગાયબ હતું. પર્સમાં રોકડા રૃા.૧૫૦૦ હતા. ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.