સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ: 36 SO ની બદલી, 81 DYSO ને SO તરીકે બઢતી
સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ: 36 SO ની બદલી, 81 DYSO ને SO તરીકે બઢતી
Published on: 28th May, 2026

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે. આ ફેરબદલમાં 36 સેક્શન અધિકારીઓ (SO) ની બદલી કરવામાં આવી છે, જ્યારે 81 નાયબ સેક્શન અધિકારીઓ (DYSO) ને સેક્શન અધિકારી (SO) તરીકે બઢતી આપવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી વહીવટને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવાનો તેમજ વિકાસકાર્યોમાં ગતિ લાવવાનો છે. નવા આદેશો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે અને અધિકારીઓને તેમના નવા વિભાગોમાં ચાર્જ સંભાળવા સૂચના અપાઈ છે.