અમદાવાદમાં 15 દિવસમાં 5 મોટા ભુવા પડ્યા.
અમદાવાદમાં 15 દિવસમાં 5 મોટા ભુવા પડ્યા.
Published on: 29th May, 2026

અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલાં જ રોડ બેસી જવાની અને મોટા ભુવા પડવાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે નાગરિકોમાં ચિંતાનો માહોલ છે. વર્ષો જૂની ડ્રેનેજ અને પાણીની લાઈનો જર્જરિત બનતાં આ સમસ્યા સર્જાઈ રહી છે. છેલ્લા 15 દિવસમાં શહેરના પાંચ વિસ્તારોમાં મોટા ભુવા પડતાં AMC ની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે. આ કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.