મોરબીમાં 500 પરિવારોની ચિંતા: ચોમાસામાં ડિમોલિશન‎ મોકૂફ રાખવા મેયરને વિનંતી
મોરબીમાં 500 પરિવારોની ચિંતા: ચોમાસામાં ડિમોલિશન‎ મોકૂફ રાખવા મેયરને વિનંતી
Published on: 19th July, 2026

મોરબીના પંચાસર રોડ ઉપર સાવરની પાળ વિસ્તારમાં દબાણના નામે મકાનો તોડી પાડવાની નોટિસ મળતાં 500થી વધુ અસરગ્રસ્ત પરિવારો ચિંતિત બન્યા છે. તેમણે મેયરને ચોમાસામાં ડિમોલિશન‎ મોકૂફ રાખવા અપીલ કરી છે. તેમની રજૂઆત છે કે વરસાદમાં ઘર છીનવાઇ જશે તો તેઓ ક્યાં જશે. ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ભાડે રહેવું પણ પરવડે તેમ નથી. આ પરિવારોમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગો પણ છે, તેથી હાલમાં તેમને રાહત આપવામાં આવે અને ખાલી સરકારી આવાસમાં કામચલાઉ આશરો આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.