અમરેલીના ચક્કરગઢ રોડ પર પાણા ખાણમાં ડૂબી યુવકનું મોત
અમરેલીના ચક્કરગઢ રોડ પર પાણા ખાણમાં ડૂબી યુવકનું મોત
Published on: 26th August, 2026

અમરેલી નજીક ચક્કરગઢ રોડ પર આવેલી પાણા ખાણમાં બપોરે ન્હાવા પડેલા એક મજૂર યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. ઝાલોદ પંથકનો વતની અને હાલ અમરેલીમાં રહેતો 25 વર્ષીય અજીત અજનાર નામના યુવાન ન્હાવા પડ્યા બાદ બહાર આવી શક્યો ન હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને પોલીસ દોડી આવ્યા હતા. આસપાસના લોકોની મદદથી યુવકની લાશને ખાણમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.