ગુજરાતમાં ખરીફ વાવેતર 85% પૂર્ણ, કપાસ અને મગફળી ખેડૂતોની પ્રથમ પસંદ
ગુજરાતમાં ખરીફ વાવેતર 85% પૂર્ણ, કપાસ અને મગફળી ખેડૂતોની પ્રથમ પસંદ
Published on: 10th August, 2026

ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન-2026 દરમિયાન વાવેતર 85% પૂર્ણ થયું છે, જેમાં 72.47 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. કૃષિ અર્થતંત્રમાં મહત્વના ગણાતા કપાસ અને મગફળીનું કુલ વાવેતરમાં 57% થી વધુ યોગદાન રહ્યું છે. કપાસનું 21.22 લાખ હેક્ટરમાં, જ્યારે મગફળીનું 20.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. સોયાબીન, મગફળી અને અડદનું વાવેતર સામાન્ય વિસ્તાર કરતાં વધુ થયું છે, જેમાં સોયાબીન 107% અને અડદ 103% નોંધાયા છે. ડાંગર, મકાઈ, તુવેર, બાજરી અને શાકભાજી જેવા પાકોમાં પણ નોંધપાત્ર વાવેતર થયું છે.