ખેડામાં કેનાલ ઓવરફ્લો: મકાનો અને ખેતરોમાં પાણી ફરી વળતા ગ્રામજનોમાં રોષ
ખેડામાં કેનાલ ઓવરફ્લો: મકાનો અને ખેતરોમાં પાણી ફરી વળતા ગ્રામજનોમાં રોષ
Published on: 20th July, 2026

મહુધા તાલુકાના સરદારપુરા બસ સ્ટેન્ડ નજીક આવેલી કેનાલ શનિવારે મોડી રાત્રે અચાનક ઓવરફ્લો થતાં રહેણાંક વિસ્તાર અને ખેતીની જમીનમાં પાણી ફરી વળ્યું હતું. આશરે 10 જેટલા મકાનોમાં પાણી ઘૂસી જતાં પરિવારોને હાલાકી પડી હતી, જ્યારે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ છે. ગ્રામજનોએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. કેનાલમાં લીકેજ, ઓવરફ્લો અને સફાઈના અભાવની સમસ્યા વર્ષોથી યથાવત છે, જેના કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે.