મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ નાગેશ્વર અને જગતમંદિરમાં કર્યા દર્શન
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ નાગેશ્વર અને જગતમંદિરમાં કર્યા દર્શન
Published on: 04th September, 2026

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે દ્વારકાધામની યાત્રા કરી ભગવાન દ્વારકાધીશ અને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા. નાગેશ્વર મંદિરમાં પૂજારી ગિરધર ભારથી તથા પરિવારે તેમનું સ્વાગત કર્યું અને શાસ્ત્રોક્ત પૂજન-અર્ચન સંપન્ન કરાવ્યું. ત્યારબાદ તેઓ જગતમંદિરે પહોંચ્યા જ્યાં દ્વારકાધીશ ભગવાનની ચરણપાદુકાનું પૂજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ બંને સ્થળોએ ભગવાનના આશીર્વાદ મેળવ્યા. આ મુલાકાત દરમિયાન તેમણે મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને યાત્રાળુઓ માટેની સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી.