મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
Published on: 17th September, 2026

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી મોરબી એસઓજી ટીમે બાતમીના આધારે રેડ કરી એક શખ્સને ગેરકાયદેસર દેશી તમંચા સાથે પકડ્યો છે. દિપેશભાઈ ઉર્ફે સલીમભાઈ ગૌતમભાઈ રાઠોડ નામનો આ શખ્સ માળિયા (મિ.)ના નિરૂબેનનગરનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી 5,000 રૂપિયાની કિંમતનો તમંચો જપ્ત કર્યો છે. આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને વધુ કાર્યવાહી માટે તાલુકા પોલીસ સ્ટેશનને સોંપાયો છે.