અમદાવાદ મ્યૂલ એકાઉન્ટ કૌભાંડ: આરોપીઓ 4 દિવસમાં જ જામીન પર છૂટ્યા
અમદાવાદ મ્યૂલ એકાઉન્ટ કૌભાંડ: આરોપીઓ 4 દિવસમાં જ જામીન પર છૂટ્યા
Published on: 18th July, 2026

અમદાવાદમાં કરોડો રૂપિયાના મ્યૂલ બેન્ક એકાઉન્ટ કૌભાંડમાં CID સાયબર ક્રાઈમ દ્વારા પકડાયેલા 3 આરોપીઓ માત્ર 4 દિવસમાં જ જામીન પર છૂટી ગયા છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. એચ. ખંભાતીએ ત્રણેયને ₹15,000ના શરતી જામીન પર મુક્ત કરતાં તપાસ એજન્સીની નબળી કડીઓ અને બેદરકારી સામે સવાલો ઊભા થયા છે. કોર્ટે નોંધ્યું કે ફરિયાદમાં કોઈ ભોગ બનનાર (victim)નો સ્પષ્ટ ઉલ્લેખ નથી અને 72 કલાકની પોલીસ કસ્ટડીમાં પણ કોઈ નક્કર હકીકત બહાર આવી નથી. આરોપીઓના વકીલે દલીલ કરી કે પોલીસ પાસે માત્ર આશંકા છે, અને મુખ્ય આરોપી હજુ ફરાર છે. આ મામલો ₹324 કરોડના કાળા નાણાંની હેરફેર સાથે જોડાયેલો છે.