સાગબારાના વિસ્થાપિતો જંગલની જમીનના ન્યાય માટે એક થયા
સાગબારાના વિસ્થાપિતો જંગલની જમીનના ન્યાય માટે એક થયા
Published on: 08th August, 2026

સાગબારા તાલુકામાં જંગલની જમીન અને ખેડાણના મુદ્દે ખેડૂતોમાં ભારે ચિંતા છે. ખોપી ગામ ખાતે એકઠા થયેલા ખેડૂતોએ ન્યાયની માંગ કરી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલની જમીન પર ખેડાણ અટકાવવાની સૂચનાઓ સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. અન્ય તાલુકાઓમાં છૂટછાટ મળતી હોવા છતાં સાગબારાના ખેડૂતો સાથે ભેદભાવ શા માટે? તેવી રજૂઆત કરાઈ છે. ઉકાઈ જળાશયથી વિસ્થાપિત પરિવારોના જીવનનિર્વાહ માટે જમીનના પ્રશ્ને પણ માનવતાના ધોરણે નિર્ણય લેવા અપીલ કરાઈ છે. આ મુદ્દો નાલ, હલગામ, ખોપી, પાડી સહિત 10-12 ગામોને અસર કરી રહ્યો છે.