ખેડબ્રહ્મા ન.પાલિકા દ્વારા બજારોમાં પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ બંધ કરવા કડક વલણ અપનાવાયું
ખેડબ્રહ્મા ન.પાલિકા દ્વારા બજારોમાં પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ બંધ કરવા કડક વલણ અપનાવાયું
Published on: 06th June, 2026

ખેડબ્રહ્મા: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ખેડબ્રહ્મા નગરપાલિકાએ શહેરના બજારોમાં પ્લાસ્ટિકના ઝભલાના ઉપયોગને સંપૂર્ણપણે બંધ કરવા માટે કડક વલણ અપનાવ્યું છે. સેનેટરી ઇન્સ્પેકટર નરેન્દ્રસિંહ પરમારે વેપારીઓને સૂચના આપી છે કે, જો તેઓ આ સૂચનાઓનું પાલન નહીં કરે તો ભવિષ્યમાં દંડની કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય પર્યાવરણનું રક્ષણ કરવાનો છે.