પાટણમાં કૃષ્ણોત્સવની તૈયારીઓ
પાટણમાં કૃષ્ણોત્સવની તૈયારીઓ
Published on: 04th September, 2026

પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે પાટણ અને સિદ્ધપુરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ મંડળો દ્વારા ઠેરઠેર મટકી ફોડ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પાટણના હિંગળાચાચર ચોક ખાતે પરંપરાગત મટકીફોડ સ્પર્ધા યોજાશે, જેમાં યુવાનોનો ઉત્સાહ જોવા મળશે. પોલીસ દ્વારા આયોજન સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સિદ્ધપુરમાં પણ વિવિધ ગ્રુપો દ્વારા મટકી ફોડ અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભક્તિભાવપૂર્ણ માહોલમાં મહાઆરતી, કીર્તન-ભજન અને ફટાકડાની આતશબાજી સાથે ઉજવણી થશે.