મોરબી મનપામાં પગાર અટક્યા
મોરબી મનપામાં પગાર અટક્યા
Published on: 04th September, 2026

મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) માં ડેપ્યુટી કમિશનરની સહી ન થતાં સફાઈ કર્મચારીઓ, રોજમદારો, શાખા અધિકારીઓ સહિતના અનેક કર્મચારીઓના પગાર અટક્યા હતા. તહેવારો નજીક હોવા છતાં પગાર ન મળતાં રોજમદાર સફાઈ કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્રણ મહિનાથી પગારમાં અનિયમિતતા જોવા મળી રહી છે. આખરે, ડેપ્યુટી કમિશનર સંજય કુમાર સોનીએ જણાવ્યું કે, તમામ કર્મચારીઓના પગાર બિલ અને ચેક પર સહી થઈ ગઈ છે અને મોડી સાંજ સુધીમાં તેમના ખાતામાં પગાર જમા થઈ જશે.