જામનગર-દેવભૂમિના 48 ગામોમાં જળસંગ્રહ ક્ષમતામાં 57.7 કરોડ લિટરનો વધારો.
જામનગર-દેવભૂમિના 48 ગામોમાં જળસંગ્રહ ક્ષમતામાં 57.7 કરોડ લિટરનો વધારો.
Published on: 18th May, 2026

ભારતીય જૈન સંગઠન (BJS) દ્વારા ચલાવાઈ રહેલા જળ સંચય અભિયાન અંતર્ગત, જામનગર-દેવભૂમિ જિલ્લાના 48 ગામોના તળાવોમાંથી માટી-કાંપ કાઢીને ઊંડા ઉતારવામાં આવ્યા. આ પ્રયાસો દ્વારા 57.7 કરોડ લીટર જેટલી જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે, જે ખેડૂતો, પશુઓ અને સ્થાનિક સમુદાય માટે જીવાદોરી સમાન છે. રોટરી કલબના સહયોગથી આ ભગીરથ કાર્ય સરકારી ગ્રાન્ટ વગર, દાતાઓ અને CSR ફંડના માધ્યમથી સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.