સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે તકેદારી રાખવા સૂચના
સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે તકેદારી રાખવા સૂચના
Published on: 19th July, 2026

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી ફરિયાદ અને સંકલન સમીતીની બેઠકમાં, જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીએ ચાંદીપુરા વાયરસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લામાં આ વાયરસ સામે તકેદારી રાખવા, કાચા ઘરોમાં દવા છંટકાવ સઘન બનાવવા અને રોગચાળા સામે પ્રીવેન્ટીવ એકશન લેવા અધિકારીઓને તાકીદ કરી. ઝાલાવાડમાં બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા, પરંતુ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. અધિકારીઓએ નાગરિકોની ફરિયાદોનો સમયસર નિકાલ કરવા અને વીજ લોડ, નર્મદા કેનાલ, તેમજ સૌની યોજના મારફતે ખેડૂતોને પાણી પહોંચાડવા જેવા પ્રશ્નો પર પણ ચર્ચા કરી.