સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો.
Published on: 18th May, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં સરકારી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. 22 એપ્રિલથી ખરીદી પ્રક્રિયા શરૂ થવાની જાહેરાત છતાં એક મહિના બાદ પણ 110 નોંધાયેલા ખેડૂતોમાંથી માત્ર 4 ખેડૂતો પાસેથી જ ઘઉં ખરીદવામાં આવ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા બારદાનની અછતનું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે. ઘઉં વેચાણ અટવાતા ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે અને ખાતર, બિયારણ તથા ચોમાસાની વાવણી માટે જરૂરી આયોજન કરવામાં પણ અસમર્થ બન્યા છે. ગરમી વચ્ચે ખેડૂતોને તંત્રની બેદરકારીનો ભોગ બનવું પડી રહ્યું છે.