સુરેન્દ્રનગર: પત્ની અને પ્રેમી દ્વારા પતિની હત્યાનો ભેદ ઉકેલાયો
સુરેન્દ્રનગર: પત્ની અને પ્રેમી દ્વારા પતિની હત્યાનો ભેદ ઉકેલાયો
Published on: 18th May, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતે મોતના નામે ફાઇલ થયેલા એક રહસ્યમય કેસનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સુરેન્દ્રનગરની કેનાલમાંથી મળી આવેલો અજાણ્યો મૃતદેહ અકસ્માત નહીં, પરંતુ આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલી હત્યા હોવાનું સામે આવ્યું છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ તપાસના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો છે કે મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવાનો કારસો ઘડ્યો હતો. આ મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.