સુરેન્દ્રનગર પોલીસે ત્રણ બાઈકચોરને ઝડપ્યા.
સુરેન્દ્રનગર પોલીસે ત્રણ બાઈકચોરને ઝડપ્યા.
Published on: 09th May, 2026

સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન સર્વેલન્સ ટીમે શહેરના પતરાવાળી ચોક અને દાળમીલ રોડ વિસ્તારમાંથી ચોરી થયેલા બે મોટરસાયકલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ પઢેરિયા અને ધવલસિંહ સિસોદિયાને સંયુક્ત રીતે મળેલી ખાનગી બાતમીના આધારે દૂધરેજ ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ ઈસમોને અટકાવવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેય ઈસમોની સઘન પૂછપરછ કરતા તેઓએ મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે કુલ ₹40,000 ની કિંમતના બે ચોરાઉ મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.