છોટાઉદેપુર જિલ્લાના ઇન્ચાર્જ DSO અને મામલતદારની ટીમે ગોડાઉનમાં સ્ટોકની ચકાસણી કરી
છોટાઉદેપુર જિલ્લાના ઇન્ચાર્જ DSO અને મામલતદારની ટીમે ગોડાઉનમાં સ્ટોકની ચકાસણી કરી
Published on: 04th September, 2026

બોડેલી નગરમાં તહેવારો પહેલાં પુરવઠા તંત્રએ ખાંડના મોટા વેપારીઓ પર અણધારી તપાસ કરી. ઇન્ચાર્જ DSO અને મામલતદારની ટીમે ત્રણ મોટા વેપારીઓના ગોડાઉનમાં જઈ 2 હજાર ક્વિન્ટલથી વધુ ખાંડના સ્ટોક, રજિસ્ટર અને દસ્તાવેજોની ચકાસણી કરી. અચાનક તપાસથી વેપારીઓમાં દોડધામ મચી ગઈ. તપાસ બાદ નિયમ મુજબ કાર્યવાહી થશે. બે દિવસ પહેલાં SOG-ફૂડ વિભાગની કાર્યવાહી બાદ આ બીજી મોટી કાર્યવાહી છે, જેમાં રાજ એન્ટરપ્રાઇઝમાંથી જીરું અને પૌવા અખાદ્ય મળ્યા હતા. કુલ છ વેપારીઓની તપાસમાં કોઈ વધારાનો જથ્થો મળ્યો નથી, પરંતુ વધુ સંગ્રહ સામે કડક કાર્યવાહીની સૂચના અપાઈ છે.