મહેસાણા-ઇડર ફોરલેન હાઇવે તૈયાર
મહેસાણા-ઇડર ફોરલેન હાઇવે તૈયાર
Published on: 04th September, 2026

મહેસાણા-ઇડર ફોરલેન હાઇવેના અપગ્રેડેશન બાદ ઊંઢાઈ ખાતે આધુનિક ટોલ પ્લાઝા બનશે. 82 કિલોમીટરના આ પ્રોજેક્ટ માટે 622 કરોડનો ખર્ચ કરાયો છે. જેમાં રસુલપુર ખાતે રેલવે ફ્લાયઓવર, સાબરમતી નદી પર નવો ફોર લેન બ્રિજ, અન્ય ત્રણ બ્રિજ, 5 અંડર પાસ અને 66 બોક્સ કલ્વર્ટનું નિર્માણ કરાશે. હાલ 35% કામ પૂર્ણ થયું છે અને 2027ના અંત સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા છે, ત્યારબાદ 2028થી વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે.