ASI નિવૃત્ત થતાં વતનથી 250થી વધુ લોકો લેવા આવ્યા
ASI નિવૃત્ત થતાં વતનથી 250થી વધુ લોકો લેવા આવ્યા
Published on: 04th September, 2026

36 વર્ષની વિવાદરહિત સેવા બાદ ASI ગુલાબસિંહ ભાભોરના વિદાય સમારંભમાં 250થી વધુ લોકો જોડાયા. આદિવાસી પરંપરા મુજબ ઢોલ-વાજિંત્રો સાથે નૃત્ય કરી તેમનું સ્વાગત કરાયું. તેમને 500 ગ્રામથી વધુ ચાંદી, 20 ઘડિયાળ, 6 શૂટ અને પત્નીને 6 સાડી ભેટ મળી. ઓગસ્ટ-1990માં કોન્સ્ટેબલ તરીકે જોડાયેલા ગુલાબસિંહે અનેક વિભાગોમાં સેવા આપી. અમદાવાદ બ્લાસ્ટ સમયે રોકેટ લોન્ચર પકડવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. તેમના ચારેય સંતાનો તબીબ તરીકે સરકારી નોકરીમાં છે.