ગુજરાત વિધાનસભા બોમ્બ ધમકી
ગુજરાત વિધાનસભા બોમ્બ ધમકી
Published on: 15th September, 2026

ગુજરાત હાઈકોર્ટ, વિધાનસભા સહિત અનેક સ્થળોએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેઈલ કેસમાં સ્ટેટ સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. બિહારના ભાગલપુર અને ઝારખંડના દેવઘરથી બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. રોશન નામના યુવકે ગુલશન પાસેથી ઈ-મેઈલ આઈડી મેળવી બોમ્બ ધમકી આપતો ઈ-મેઈલ કર્યો હતો. આ માટે બાંગ્લાદેશથી પાકિસ્તાની આતંકી સંગઠન દ્વારા ટેરર ફંડ પૂરું પાડવામાં આવતું હતું. ગુલશન પાસેથી 5.13 લાખથી વધુ ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ મળ્યા છે, જેનો ઉપયોગ દેશના વિવિધ રાજ્યોમાં ધમકી ભર્યા ઈ-મેઈલ કરવા માટે થતો હતો.