વડોદરા પોલીસ પાસે ક્રાઈમ સીન પર પુરાવા મેળવવા માટે અત્યાધુનિક બે FSL વેન ઉપલબ્ધ
વડોદરા પોલીસ પાસે ક્રાઈમ સીન પર પુરાવા મેળવવા માટે અત્યાધુનિક બે FSL વેન ઉપલબ્ધ
Published on: 29th August, 2026

રાજ્યમાં ગંભીર ગુનાઓની તપાસને પારદર્શક બનાવવા માટે મોબાઈલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (મોબાઈલ FSL) ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ઘટના સ્થળેથી વૈજ્ઞાનિક પુરાવા ઝડપથી સુરક્ષિત રીતે એકત્ર કરી તપાસ અધિકારીઓને દિશા પૂરી પાડતી આ હરતી ફરતી મોબાઈલ વેન વડોદરા પોલીસ પાસે બે ઉપલબ્ધ છે. રાજ્યમાં કુલ 75 મોબાઈલ FSL વેન કાર્યરત છે. આ વેન ગોલ્ડન અવર્સ દરમિયાન ઘટના સ્થળે પહોંચી પુરાવા નષ્ટ થાય તે પહેલાં સુરક્ષિત કરે છે, જે નવા કાયદા હેઠળ ફરજિયાત છે.