આજવા સરોવર: 62 જૂના દરવાજાને બદલે 20 આધુનિક દરવાજા બનશે
આજવા સરોવર: 62 જૂના દરવાજાને બદલે 20 આધુનિક દરવાજા બનશે
Published on: 29th August, 2026

શહેરના પૂર્વ-દક્ષિણના 10 લાખ લોકોને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં મોટો સુધારો કરાઈ રહ્યો છે. 2024ના પૂર બાદ સરોવરને 206 ફૂટ સુધી ઝડપથી ખાલી કરી શકાય તે માટે સિંચાઈ વિભાગ જૂના 62 દરવાજા નજીક 45 કરોડના ખર્ચે નવા 20 આધુનિક દરવાજા બનાવી રહ્યું છે. ડિસેમ્બર-2025થી શરૂ થયેલું 50% જેટલું કામ પૂરું થયું છે, જેમાં 10 પિલર તૈયાર થયા છે. નવા ગેટમાં ઉચ્ચ ગુણવત્તાવાળા માઈલ્ડ સ્ટીલનો ઉપયોગ કરાયો છે. આ દરવાજા જરૂર મુજબ ખૂલી અને બંધ થઈ શકશે, જેથી પૂર સમયે પાણીનું સ્તર ઝડપથી નિયંત્રિત કરી શકાશે.