દેવરાજ ધામમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ
દેવરાજ ધામમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ
Published on: 29th August, 2026

મોડાસાના દેવરાજ ધામ ખાતે શ્રાવણી પૂનમે આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં 145 થી વધુ દર્દીઓએ આરોગ્ય સુવિધાઓનો લાભ લીધો. ધનગીરીજી મહારાજે સમાજસેવાને પ્રભુસેવા ગણાવી આવા કેમ્પના મહત્વ પર ભાર મૂક્યો. ડૉ. મનન દેવકર (MBBS) અને તેમની ટીમ દ્વારા તાવ, શરદી, ઉધરસ, શરીર તથા માથાના દુખાવા જેવી સામાન્ય બીમારીઓ માટે નિદાન, દવાઓ અને ઇન્જેક્શન આપવામાં આવ્યા. રક્ષાબંધનના પવિત્ર દિવસે મળેલી આ સેવા થી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓએ રાહત અનુભવી.