ભુજની કુમાર વિદ્યાલય બેન્ડ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ
ભુજની કુમાર વિદ્યાલય બેન્ડ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ
Published on: 29th August, 2026

પશ્ચિમ ઝોન પોલીસ કચ્છ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત પાઈપ અને બ્રાસ બેન્ડ સ્પર્ધામાં સમગ્ર કચ્છ જિલ્લાની શાળાઓએ ભાગ લીધો. ભુજની માતુશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયના પાઈપ બેન્ડ વિદ્યાર્થીઓએ આકર્ષક પ્રદર્શન કરી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો. સચીનભાઈ વાગડીયાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આ ટીમ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. સમાજના આગેવાનો અને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી.