66 વર્ષ જૂની જર્જરિત શારદાબહેન હોસ્પિટલ નવી બિલ્ડિંગમાં સ્થળાંતરિત થશે
66 વર્ષ જૂની જર્જરિત શારદાબહેન હોસ્પિટલ નવી બિલ્ડિંગમાં સ્થળાંતરિત થશે
Published on: 15th September, 2026

અમદાવાદના સરસપુરમાં આવેલી 66 વર્ષ જૂની મ્યુનિ. સંચાલિત શારદાબહેન હોસ્પિટલનું જર્જરિત બિલ્ડિંગ ખાલી કરવા મ્યુનિ. કમિશનરે આદેશ આપ્યો છે. બુધવારથી તમામ મેડિકલ સેવાઓ હોસ્પિટલની બાજુમાં જ આવેલી નવી 7 માળની બિલ્ડિંગમાં શિફ્ટ થશે, જ્યાં 300થી વધુ બેડ અને 2500 OPDની સુવિધા ઉપલબ્ધ છે. છતમાં પોપડા ખરવા અને દીવાલોમાં તિરાડો જેવી સમસ્યાઓ ધ્યાનમાં આવતા આ નિર્ણય લેવાયો છે. ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ENT, ઈમરજન્સી અને ગાયનેક વિભાગો નવી બિલ્ડિંગમાં કાર્યરત થશે.