આજકાલ યુવાનો પ્રેમમાં ઝડપથી પડે છે, શું છે આનું કારણ?
આજકાલ યુવાનો પ્રેમમાં ઝડપથી પડે છે, શું છે આનું કારણ?
Published on: 12th August, 2026

હાલના સમયમાં યુવાનો ખૂબ જ ઝડપથી પ્રેમમાં પડી જાય છે. નવી જનરેશન પ્રેમ અને દોસ્તીમાં વધુ સમય બગાડતી નથી. ટેક્નોલોજીના કારણે પણ લોકો ઝડપથી એકબીજા વિશે જાણી લે છે. આમ, પ્રેમ વ્યક્ત કરવામાં કે કબૂલ કરવામાં યંગસ્ટર્સ મોડું નથી કરતા. પ્રેમ હોય કે બ્રેકઅપ, બધું જ હવે ઇન્સ્ટન્ટ થઇ ગયું છે. આ ઝડપી સંબંધોના ફાયદા અને ગેરફાયદા બંને છે. સંબંધોમાં વધુ સ્પષ્ટતા આવી છે, પરંતુ ઘણી વખત એકબીજાને પૂરેપૂરા સમજ્યા વિના જ પ્રેમ થઈ જાય છે, જેના કારણે ઝડપી બ્રેકઅપ પણ થાય છે.