ડિજિટલ કનેક્ટિવિટી: ભાવનાત્મક થાકનું કારણ?
ડિજિટલ કનેક્ટિવિટી: ભાવનાત્મક થાકનું કારણ?
Published on: 12th August, 2026

આજના ડિજિટલ યુગમાં, મોબાઇલ અને ઓનલાઇન એક્ટિવિટીઝ આપણા ફ્રી સમયનો મોટો ભાગ રોકે છે. બર્થડે વિશ, સોશિયલ ડિસ્કશન, કે લાગણી વ્યક્ત કરવા માટે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ અનુકૂળ બન્યો છે. જોકે, અનેક સંશોધનો સૂચવે છે કે પર્સનલ કનેક્ટિવિટી કરતાં ડિજિટલ જોડાણ વધુ થાક આપે છે. સતત નોટિફિકેશન્સ `પ્લેઝર પેન લૂપ'માં ફસાવીને માનસિક થાક અને ચીડિયાપણું વધારે છે. શબ્દો, અવાજનો ટોન અને બોડી લેંગ્વેજ - આ ત્રણેયના અભાવે ડિજિટલ સંવાદો લાગણીવિહીન લાગે છે, જે ઊંડા જોડાણને અવરોધે છે.