માથાનો દુખાવો મટાડવા મીઠું અને પાણીનો સરળ ઉપાય
માથાનો દુખાવો મટાડવા મીઠું અને પાણીનો સરળ ઉપાય
Published on: 31st August, 2026

માથાનો દુખાવો થવાના અનેક કારણો હોઈ શકે છે, જેમાં ડિહાઇડ્રેશન અને શરીરમાં સોડિયમનું અસંતુલન મુખ્ય છે. આવા સમયે, સોશિયલ મીડિયા પર એક ચપટી મીઠું અને ગ્લાસ પાણી પીવાથી માથાના દુખાવામાં ઝડપી રાહત મળવાનો દાવો થઈ રહ્યો છે. મીઠામાં રહેલું સોડિયમ શરીરમાં પાણી જાળવી રાખવામાં મદદ કરી શકે છે. જોકે, આ ઉપાય દરેક પ્રકારના માથાના દુખાવા માટે અસરકારક ન પણ હોય. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ આ ઉપાય કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.