દ્વારકાના કલ્યાણપુર હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓનો વિસ્તાર વધ્યો
દ્વારકાના કલ્યાણપુર હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓનો વિસ્તાર વધ્યો
Published on: 01st September, 2026

કલ્યાણપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આરોગ્યસેવાનું મહત્વનું કેન્દ્ર બની છે. અહીં OPDમાં રોજ 200-250 દર્દીઓ આવે છે અને 20-25 દર્દીઓને દાખલ કરાય છે. ડાયાલિસિસ, પ્રસૂતિ અને ઈમરજન્સી જેવી સુવિધાઓ સ્થાનિક સ્તરે મળવાથી દર્દીઓને અન્ય શહેરોમાં જવાની રાહત મળી છે. દરરોજ 10-15 ડાયાલિસિસ, 1-2 પ્રસૂતિ અને 20-25 ઈમરજન્સી કેસમાં સારવાર આપવામાં આવે છે. આ સુવિધાઓ દર્દીઓ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના લોકોને સમય, મુસાફરી અને ખર્ચમાં રાહત આપે છે.