ભુજના જી.કે. હોસ્પિટલમાં દર્દીના સ્વાદુપિંડમાંથી ગાંઠ સફળતાપૂર્વક કઢાઈ
ભુજના જી.કે. હોસ્પિટલમાં દર્દીના સ્વાદુપિંડમાંથી ગાંઠ સફળતાપૂર્વક કઢાઈ
Published on: 12th September, 2026

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ (GAIMS) ના જનરલ સર્જરી વિભાગે 45 વર્ષીય મહિલાના સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ) માંથી 5 બાય 4 સે.મી.ની પ્રિ-કેન્સર ગાંઠને લેપ્રોસ્કોપી દ્વારા સફળતાપૂર્વક દૂર કરી છે. દર્દી લાંબા સમયથી પેટના દુખાવાથી પીડાતા હતા અને અન્યત્ર નિદાન ન થતાં અહીં આવ્યા હતા. સિટીસ્કેનમાં ગાંઠ માલુમ પડતાં, ડૉ. સિધ્ધાર્થ શેઠીઆ અને તેમની ટીમે 5 કલાકની જટિલ સર્જરી કરી. સ્વાદુપિંડ નજીક મોટી રક્તવાહિનીઓ હોવા છતાં, તકેદારી રાખી સર્જરી સફળ રહી. આ અત્યાધુનિક સારવાર GAIMS માં નિઃશુલ્ક કરાઈ, અને દર્દી 5 દિવસમાં સ્વસ્થ થઈ રજા આપી દેવાઈ.