ખ્યાતિ હોસ્પિટલ કેસ: કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી.
ખ્યાતિ હોસ્પિટલ કેસ: કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી.
Published on: 09th May, 2026

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં સારવારના નામે ખોટી એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી દર્દીઓના મૃત્યુ નીપજાવવાના આરોપીઓની ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. ચેરમેન કાર્તિક પટેલ સહિતના આરોપીઓ સામે 6070 પાનાની ચાર્જશીટ દાખલ છે. ગરીબ દર્દીઓને ડરાવી આર્થિક લાભ મેળવવાનો આરોપ છે. હાઇકોર્ટે નીચલી કોર્ટને ફરી સુનાવણીનો આદેશ કર્યો હતો.