SVP હોસ્પિટલમાં AMC કર્મચારીઓને પગાર આધારિત કેશલેસ સારવાર.
SVP હોસ્પિટલમાં AMC કર્મચારીઓને પગાર આધારિત કેશલેસ સારવાર.
Published on: 07th May, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કર્મચારીઓ અને પેન્શનરોને SVP હોસ્પિટલમાં પગાર આધારિત ઇન્ડોર કેશલેસ સારવાર મળશે. OPD અને દવાઓ માટે રિએમ્બર્સમેન્ટ જૂની પદ્ધતિ મુજબ ચાલુ રહેશે. રૂમની ફાળવણી સાતમા કે છઠ્ઠા પગાર પંચના ગ્રેડ પે મુજબ થશે. ડૉક્ટર દ્વારા લખાયેલી દવાઓ હોસ્પિટલ સ્ટોર અથવા જન આરોગ્ય કેન્દ્રમાંથી લેવાની રહેશે, અન્યથા નિયમ મુજબ વળતર મળશે.