ગાંધીનગર ઔષધીય ઉદ્યાનમાંથી 50,000 રોપાનું વિનામૂલ્યે વિતરણ
ગાંધીનગર ઔષધીય ઉદ્યાનમાંથી 50,000 રોપાનું વિનામૂલ્યે વિતરણ
Published on: 20th July, 2026

આજની ભાગદોડ અને પ્રદૂષણ ભરેલી દુનિયામાં, જ્યારે લોકો કેમિકલવાળી દવાઓ અને મોંઘી સારવારથી કંટાળીને ફરીથી પ્રકૃતિ અને આયુર્વેદ તરફ વળી રહ્યા છે, ત્યારે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા ગાંધીનગર ઔષધીય ઉદ્યાનમાંથી રેકોર્ડબ્રેક 50,000 ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો અને આયુર્વેદિક પરંપરાને જીવંત રાખવાનો છે. સામાન્ય નાગરિકોને ઘર વપરાશ માટે 10 રોપા, શાળાઓને 50, અને ખેડૂતોને 500 રોપા સુધી વિનામૂલ્યે આપવામાં આવે છે. ચંદનના છોડ પણ રાહત દરે ઉપલબ્ધ છે.