4 સાયલન્ટ કિલર જે નાની ઉંમરે કિડની ખરાબ કરે છે
4 સાયલન્ટ કિલર જે નાની ઉંમરે કિડની ખરાબ કરે છે
Published on: 21st August, 2026

આજની બદલાતી લાઇફસ્ટાઇલ અને ચોક્કસ આદતો નાની ઉંમરે કિડનીના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. મેંદાવાળી વસ્તુઓ, વધુ પડતી ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ વજન અને બ્લડ શુગર વધારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી રક્ત પરિભ્રમણ, ચયાપચય ધીમું પડે છે અને બ્લડ પ્રેશર વધે છે, જે કિડની પર અસર કરે છે. વધુ પડતું મીઠું, ખાસ કરીને પેકેજ્ડ ફૂડમાં, બ્લડ પ્રેશર વધારી કિડનીને નબળી પાડે છે. પુષ્કળ પાણી પીવું અને નિયમિત કિડની તપાસ જરૂરી છે.