એક જ વર્ષમાં 9 વખત શૂન્ય રને આઉટ, અભિષેક શર્માના નામે શરમજનક T20 રેકોર્ડ
એક જ વર્ષમાં 9 વખત શૂન્ય રને આઉટ, અભિષેક શર્માના નામે શરમજનક T20 રેકોર્ડ
Published on: 29th June, 2026

ટીમ ઇન્ડિયાના ઓપનર અભિષેક શર્માના નામે T20 ક્રિકેટમાં એક અત્યંત શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આયરલેન્ડ સામેની બીજી T20I મેચમાં પહેલા બોલે 'ગોલ્ડન ડક' થતાં તે એક કેલેન્ડર વર્ષમાં સંયુક્ત રીતે સૌથી વધુ 9 વખત શૂન્ય રને આઉટ થનારો બેટ્સમેન બની ગયો છે. આ રેકોર્ડમાં તે રાશિદ ખાન અને શાદાબ ખાનની બરાબરી પર છે. IPL 2026માં પણ તેણે 3 વખત શૂન્ય રને આઉટ થવાનો નબળો દેખાવ કર્યો હતો.