નીતિન ગડકરીએ પરિવાર વિરુદ્ધ ખોટા પ્રચાર બદલ બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિનો દાવો કર્યો
નીતિન ગડકરીએ પરિવાર વિરુદ્ધ ખોટા પ્રચાર બદલ બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિનો દાવો કર્યો
Published on: 27th July, 2026

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ E20 ઇથેનલ મિશ્રણ નીતિ અંગે પોતાના અને પરિવારના નામને જોડતા AI-જનરેટેડ ડીપફેક વીડિયો અને ગેરમાર્ગે દોરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ સામે બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો છે. ગડકરીએ આરોપોને પાયાવિહોણા ગણાવી, આ પહેલ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ આવતી હોવાનું સ્પષ્ટ કર્યું. તેમણે મેટા અને X ને પ્રતિવાદી બનાવી, ડિજિટલ પ્લેટફોર્મ પરથી આવા વીડિયો અને પોસ્ટ્સ તાત્કાલિક હટાવવાની અને તેના પ્રસાર પર રોક લગાવવાની માંગ કરી છે.