રખડતા કૂતરાઓ મુદ્દે હાઈકોર્ટે સરકાર NHAIને કહ્યું-'તમારી જવાબદારી સરકાર પર ન ઢોળો'
રખડતા કૂતરાઓ મુદ્દે હાઈકોર્ટે સરકાર NHAIને કહ્યું-'તમારી જવાબદારી સરકાર પર ન ઢોળો'
Published on: 27th July, 2026

ગુજરાત હાઈકોર્ટે રખડતા કૂતરાઓના મુદ્દે સુઓમોટો લઈને રાજ્ય સરકાર, તમામ 8 મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓને નોટિસ પાઠવી રિપોર્ટ માંગ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) એ પોતાની જવાબદારી સરકાર પર ઢોળી દેતા હાઈકોર્ટે તેની ઝાટકણી કાઢી. AMC ને 'પાઈલોટ પ્રોજેક્ટ' તરીકે આ મુદ્દો હાથ ધરવા સૂચના અપાઈ. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, રખડતા કૂતરાઓના નિયંત્રણ અને માનવ સુરક્ષાના પગલાં અંગે વિસ્તૃત અહેવાલ રજૂ કરવાનો રહેશે. આ કેસની વધુ સુનાવણી 4 ઓગસ્ટે થશે.