૧ ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં બદલાવ
૧ ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં બદલાવ
Published on: 27th July, 2026

ભારતીય રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ૧ ઓગસ્ટથી મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે, જેનો ઉદ્દેશ પારદર્શિતા લાવવાનો અને મુસાફરોની સુવિધા વધારવાનો છે. પશ્ચિમ મધ્ય રેલવે (WCR) ઝોન દ્વારા નવી ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જે ટિકિટ બારી પર થતી અફરાતફરી અને લાંબી લાઈનો ઘટાડવામાં મદદરૂપ થશે. AC અને Non-AC તત્કાલ ટિકિટો માટે ટોકન આપવાનો સમય અલગ-અલગ રહેશે, અને દલાલો પર લગામ કસવા માટે ઓળખપત્ર ફરજિયાત રહેશે.