રાજુલા નજીક ટ્રેક પર સિંહ દેખાતાં માલગાડી રોકી
રાજુલા નજીક ટ્રેક પર સિંહ દેખાતાં માલગાડી રોકી
Published on: 08th September, 2026

ભાવનગર ડિવિઝનના રાજુલા સિટી–રાજુલા જંકશન રેલખંડ પર ટ્રેક પર સિંહ દેખાતાં માલગાડીના લોકોપાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી હતી. લોકોપાયલટની સતર્કતા અને ત્વરિત નિર્ણયના કારણે સિંહ સંભવિત રેલ અકસ્માતનો ભોગ બનતા બચી ગયો હતો. વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર દ્વારા સિંહને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કરાયો હતો. ભાવનગર ડિવિઝનમાં છેલ્લા ત્રણ વર્ષમાં આવા સંકલિત પ્રયાસોથી કુલ 353 સિંહોને રેલ અકસ્માતોથી બચાવવામાં આવ્યા છે.