મહારાષ્ટ્રમાં SIR પ્રક્રિયામાં મતદારોની બાદબાકી પર હાઈકોર્ટનો સ્ટે આપવાનો ઈન્કાર
મહારાષ્ટ્રમાં SIR પ્રક્રિયામાં મતદારોની બાદબાકી પર હાઈકોર્ટનો સ્ટે આપવાનો ઈન્કાર
Published on: 06th October, 2026

મહારાષ્ટ્રમાં SIR (Special Intensive Revision) પ્રક્રિયા હેઠળ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા પર બોમ્બે હાઈકોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી ચાલુ હોવાથી, હાઈકોર્ટે હાલ કોઈ આદેશ આપવાનું ટાળ્યું છે. ચૂંટણી પંચના એડવોકેટે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં આઠમી ઓક્ટોબરે સુનાવણી નિર્ધારિત છે, તેથી સમાંતર સુનાવણી ન્યાયિક રીતે યોગ્ય નથી. હાઈકોર્ટે મતદાર યાદીમાંથી વધુ નામો કાઢવા પર પણ વચગાળાનો આદેશ આપવાની ના પાડી, અને કેસની સુનાવણી ત્રણ સપ્તાહ બાદ રાખી છે.