CM મોહન યાદવ: 'લાડલી બહેના યોજના ખૂબ ખર્ચાળ છે, મને અંદાજ નહોતો'
CM મોહન યાદવ: 'લાડલી બહેના યોજના ખૂબ ખર્ચાળ છે, મને અંદાજ નહોતો'
Published on: 06th October, 2026

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 'લાડલી બહેના યોજના'ને લઈને કરેલા એક નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન, તેમણે હળવાશથી સ્વીકાર્યું કે આ યોજના ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ છે અને મુખ્યમંત્રી બનતી વખતે તેનો આર્થિક બોજ તેમને અંદાજ નહોતો. એક કન્ટેન્ટ ક્રિએટરના સવાલના જવાબમાં તેમણે આ વાત કહી. આ નિવેદન બાદ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. 'લાડલી બહેના યોજના' હેઠળ મહિલાઓને દર મહિને ₹1500 આપવામાં આવે છે, જેના પર વાર્ષિક ₹22,680 કરોડથી વધુનો ખર્ચ થાય છે.