જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો: સુપ્રીમની ટકોર
જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો: સુપ્રીમની ટકોર
Published on: 30th May, 2026

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ વર્ષ ૨૦૨૪માં દહેજના દુષણે ૫૭૩૭ મહિલાઓનો ભોગ લીધો હતો, આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે દહેજ અત્યાચારને લઇને આક્રામક વલણ અપનાવ્યું હતું, દહેજ મૃત્યુના એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમે સાસરીયાવાળાને ટકોર કરતા કહ્યું હતું કે જેની પાસેથી તમે દહેજના રૂપિયા લો છો તેને જ તમે ભિખારી કહો છે જે અત્યંત શરમજનક બાબત છે. વર્ષ ૨૦૧૦માં છત્તીસગઢમાં દહેજ મૃત્યુ કેસમાં પતિ અને તેના પરિવારના લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મહિલાએ લગ્નના ત્રણ વર્ષની અંદર જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.